બિગ બોસ 5ની વિનર અને ટેલિવુડની એક સમયની પોપ્યુલર એક્ટ્રેસ જૂહી પરમાર પોતાના ગજબના ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં છે. જૂહી પરમારે ખૂબ ઓછા એવા સમયમાં 17 કિલો વજન ઉતાર્યું અને ફેટ ટુ ફિટ બની છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાની You-Tube ચેનલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પોતાની ફિટનેસ પાછળના સીક્રેટ જણાવ્યા. વાત એમ છે કે, જૂહીના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રાન્સફોર્મેશનની જર્ની શેર કરવાની રિક્વેસ્ટ કરી રહ્યા હતા.
જે બાદ જૂહીએ વીડિયો દ્વારા માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડો સમય એવો હતો જ્યારે જૂહીનું વજન ખૂબ વધી ગયું હતું અને તેના કારણે તે ટ્રોલ પણ થઈ હતી.જૂહીએ જણાવ્યું કે, આજનો સમય એવો છે જ્યાં વજન ઓછું કરવું તે એક મોટો ટોપિક બની ગયો છે.
આપણે બધાં હેલ્ધી રહેવા માગીએ છીએ. આપણે બધા ઈચ્છીએ છીએ કે ફિટ રહીએ અને બોડી શેપમાં રહે. મારી સાથે પણ આવું થઈ ચૂક્યું છે.એક્ટ્રેસનું કહેવું છે કે, વજનને ઓછો કરવાનો અર્થ તે બિલકુલ નથી કે આપણે આખો દિવસ જિમમાં જ રહીયે. આપણે ખાણી-પીણી અને ઈચ્છાશક્તિ એમ બંને પર કામ કરવું પડે છે. જુહીનો આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે 7 વર્ષની દીકરી સમાયરાની સિંગલ પેરેન્ટ છે. 2018માં તેણે ટીવી એક્ટર સચિન શ્રોફ સાથે છુટાછેડા લીધા હતા.