સરહદ વિવાદ પર નેપાળની સરકારે ભારત સાથેની વાતચીતની સૂચન પર સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. નેપાળની સંસદમાં ત્યાંની કેપી શર્મા ઓલી સરકારે બંધારણનું બિલ રજુ કર્યું છે. આ બિલના માધ્યમથી દેશના રાજકીય નક્શો અને રાષ્ટ્રિય પ્રતિકને બદલવામાં આવી રહ્યું છે.
ભારત અને નેપાળ વચ્ચે વિવાદ થોભે તેવું લાગી રહ્યું નથી. નેપળ સરકારે નવા રાજકીય નકશાના સંબંધમાં સંશોધન બિલ પોતાની સંસદમાં રજૂ કર્યું છે. નેપાળના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નકશાના સંબંધમં બિલ રજૂ કર્યું છે.
નેપાળે આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કર્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી નેપાળની સાથે ભારતના સંબંધમાં તણાવ વધ્યો છે. પરંતુ નેપાળ ભારતનું જૂનુ મિત્ર રહ્યું છે. નેપાળી કોંગ્રેસ નેપાળના નકશાને અપડેટ કરવા માટે બંધારણ સંશોધનનું સમર્થન કરી રહી છે.
લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીના વિવાદિત ક્ષેત્રને પોતાના ક્ષેત્રમાં સામેલ કરવા ઈચ્છે છે. આ પગલું નેપાળના નકશાને બદલવા માટે ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મહત્વનું કે આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, અમે નેપાળ સરકારને અપીલ કરીએ છીએ કે તે આવા બનાવટી કાર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાથી બચે. સાથે ભારતની સંપ્રભુતા અને શ્રેત્રીય અખંડતાનું સન્માન કરે.