ગુજરાતમાં હાલ નવરાત્રી પર્વ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ સ્ટાઇલમાં ગરબા રમતા હોય છે. પરંતુ બનાસકાંઠા માં સોયલા ગામે આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જળવાયેલી છે, જ્યાં ડીજે સાઉન્ડ સીસ્ટમ વગર માત્ર પુરુષો મોઢે થી માતાજીના ગુણગાન ગાઈને ગરબા રમે છે…..બનાસકાંઠા ના સોયલા ગામના લોકોએ પ્રાચીન એવા આંટી ગરબાની 100 વર્ષ જૂની પરંપરા યથાવત રાખી છે. આજે પણ ગામડાના વેશ ભુશામાં માતાજીના ગરબે ઘૂમે છે આ ગરબામાં ન કોઈ મ્યુઝિક સિસ્ટમ કે ન કોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. ભક્તિમય માહોલમાં દેશી પદ્ધતિથી માતાજીની આરાધના થાય છે. આજના આધુનિક યુગમાં પ્રાચીન ગરબાનું મૂલ્ય ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ રહ્યું છે તે આ સોયલાના ગ્રામજનો સુચવે છે. સોયલા ગામમાં થતી નવરાત્રી કંઈક ખાસ છે અહીના લોકો મોઢેથી માતાજીના ગરબા ગાય છે અને એ શબ્દોને ખેલૈયાઓ દોહરાવે છે. આ ગરબા જોવા આજુબાજુના ગામમાંથી લોકો બહોળી સંખ્યામાં જોવા આવતા હોય છે…….
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -