સોશિયલ મીડિયા પર અવાર નવાર વિડિયો ક્લીપ તેમજ ઓડિયો ક્લીપ પણ વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં એક ઓડિયો ક્લીપ ખૂબ જ વાયરલ થઈ છે જેને ટ્વિટર પર લોકોએ હેશટેગ સાથે ટ્રેન્ડ કરી દીધું. આપને ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસનો એ સીન કદાચ યાદ હશે જેમાં વીકી એટલે કે મલ્હાર ઠાકરનો મિત્ર અભિનેતા યસ સોની તેને ફોન કરે છે જોકે વીકીના પિતા ફોન ઉપાડી લે છે અને તે જેમ તેમ ગાળો ભાંડવા લાગે છે.
બસ કંઈક આવી જ એક ઓડિયો ક્લીપ હાલ વાયરલ થઈ છે. ઘણી વખત એવુ બનતું હોય છે કે કોઈ વ્યક્તિ વ્યસ્ત હોય તો તેના ફોન પરિવારના અન્ય સભ્યો કે બીજી વ્યક્તિ ઉપાડીને જરુરી વાત કરતી હોય છે.
પરંતુ આવી જ એક ઘટનામાં છોકરાએ તેના મિત્રને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડ્યો. છોકરો આ વાતથી અજાણ હતો અને પોતાની વાત સીધી ભાષામાં કહી નાખી અને ના થવાનું થઈ ગયું.
#Respect મિત્રો #તમેસમજો તમારા એક #રૂમનુંસેટિંગ બાદ કોઈ એક #છોકરી ની જીંદગી પણ ખરાબ થઈ શકે છે
ધણા ને આ વિડિયો નહી ગમે પણ આ વિડિયો એક સમજણ વાળો મેસેજ આપે છે©️ pic.twitter.com/zyWYnr4gXK— જીગોજોગી (@RealJiGoJoGi) July 10, 2020
જયદીપ અને પાર્થના પપ્પા વચ્ચે જે વાત થઈ તે રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે #રૂમનુંસેટિંગ એ હેશટેગ સાથે ફની અંદાજમાં યુઝર્સ પોતાનો મત રજૂ કરી રહ્યા છે…આપ પણ સાંભળુ એ રેકોર્ડિંગ…
https://www.youtube.com/watch?v=N_NayArpcx0