રાજકોટમાં આર્થિક સંકટ સાહિત્નઆ મુદ્દાઓ પર આત્મ હત્યા કરી લેવાના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈજગ્યાએ આવા બનાવો બનતા હોય છે. નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક વખત રાજકોટ શહેરમાં આત્મ હત્યા કરવાની ઘટના બનવા પામી છે. રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પૌઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આર્થિક કારણો સર ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક તારણ સામેઆવ્યું છે. આત્મ હત્યાનો પ્રયાસ કરનાર વલ્લભભાઈ મિલના ધંધાર્થી છે. ઝેરી દવા ગટગટાવતા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.