માંગરોળમાં આજે એક ગાયને હડકવા ઉપડતાં બે યુવાનોને હડફેટે લીધા હતા. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભરબજારે અવારનવાર દોટ મૂકતા ખુંટીયાઓથી લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. ત્યારે આજે સાંજના સુમારે એક ગાયને હડકવા ઉપડતાં છાપરા સોસાયટીમાં અને ત્યારબાદ બસ સ્ટેન્ડ રોડ પર સાયકલ સવાર યુવાનને હડફેટે લીધા હતા. વિફરેલી ગાયે યુવાનોને પછાડી દઈ અડિંગો જમાવતા તેઓ પર જીવનું જોખમ સર્જાયું હતું. આ ગાય બાજુમાં કોઈને ફરકવા દેતી ન હતી. અને યુવાનોને બચાવવાનો પ્રયાસ કરનાર સામે પણ ઝનુનપૂર્વક દોટ મૂકતી હતી. જોકે, અમુક યુવાનોએ બાદમાં હિંમત કરીને ગાયને દૂર હડસેલી ભગાડી મૂકી હતી. દરમ્યાન રામભાઈ કરમટા, અબ્દુલભાઈ ભાટા, આરીફભાઈ પઠાણ, ઈબ્રાહીમભાઈ કાપા સહિતના નગરપાલિકાના કર્મીઓએ એકાદ કલાકની જહેમત બાદ, ગાય થાકી જતાં ચાલુ ટ્રેક્ટરે નાળું નાંખી ગાયને પકડી હતી. ઈજાગ્રસ્ત યુવાનો મુનાફ શેખ (ઉ. 15) તથા નરેશભાઈ ડાભી (ઉ. 30) ને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -