આગામી ડિસેમ્બર માસ માં વિધાન સભા ને ચૂંટણીઓ સંભાવીત છે ત્યારે દરેક પક્ષ પોતાના પક્ષ ને મજબૂત બનવા માટે સાભાઓ અને વિવિધ આયોજનો હાથ ધાર્યા છે. ત્યારે આજ રોજ ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ અ નેપેજ સમિતિ ના પ્રણેતા એવા ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી.આર.પાટીલ) ડભોઇ ના આંગણે પેજ સમિતિ ના સભ્યો સાથે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યા માં કાર્યકરો, પેજ સમિતિ સભ્યો સહિત વડોદરા
છોટાઉદેપુર જીલ્લાના ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ, સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, સહિત પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ,, જીલ્લા મહામંત્રીડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.મહેન્દ્રભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, શિક્ષણ સમતી ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, પાલીકા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ના પ્રારંભમાં ડભોઇ આંબેડકર ચોક ખાતે
થી ભવ્ય રેલી સાથે સી.આર.પાટીલ નું સ્વાગત થયું હતું.
સભા સ્થળ ઉપર આવ્યા બાદ સી.આર.પાટીલ અને મંચસ્ત મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય અને સ્વાગત અભિવાદન બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થીત જનમેદની ને સંબોધતા, દેશ ના વડા પ્રધાન ની વિકાસ ગાથાની પ્રસંસા કરી હતી, સાથે કોંગ્રેસ મુક્ત ભારત ના વડા પ્રધાન ના આહવાહન ને આગામી ચૂંટણીમાંચારીતાર્થ કરવા હાકલ કરી તો આડકતરી રીતે આમઆદમી પાર્ટી મહાઠગ પાર્ટી તરીકે સંબોધી મહાઠગ પાર્ટી ની લોભાની જાહેરાતોમાં ના આવા પ્રજાને સૂચન કર્યું હતું આગામી ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત ભારત અને આમઆદમી પાર્ટી ને પાછળી તમામ વિધાન સભાની સીટો વધુ બહુમતી સાથે વિજય અપાવી ભાજપ ને જ સર્વસ્વ બનવા માટે અને પાર્ટી ને મજબૂત બનવા માટે આજ થીજ કામે લાગી જવા જણાવ્યુ હતું સાથે સાથે આ પ્રસંગે વિશાળ જન મેદની જોઈ સી.આર.પાટીલે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો અને દરેક કાર્યકર ને તમામ સમશ્યા માટે રૂબરૂ મળવા નિમંત્રણ આપ્યું હતું.