સાબરકાંઠના ખેડબ્રહમા ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયભવનું ઉદ્દધાટન હાઇકોર્ટનાન્યાયમૂર્તિ શ્રી અશોકકુમાર જોષી હસ્તે કરવામાં આવ્યું હતું. ન્યાયમૂર્તિ શ્રી અશોકકુમાર જોષીએકોર્ટના ઉદ્દધાટનને સુખદ અનુભવ ગણાવતા જણાવ્યું હતું કે ન્યાયની ગુણવત્તા સર્વોત્તમ જ હોવીજોઇએ. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ તાલુકામાં આર્થિક રીતે નબળા અને આદિવાસી લોકોહોવાથી ન્યાયતંત્રની જવાબદારી વધુ બની જાય છે. તેમણે સગવડોનો સદ્દપયોગ કરી સામાન્યપ્રજાને ન્યાય, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા પર ખાસ ભાર અપાય તેમ જણાવ્યું હતું તેમણેઆ ન્યાય ભવનને સરકાર અને ન્યાયતંત્રના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવ્યુંહતું.તેમણે લોકાના ઝડપી ન્યાય વ્યવસ્થા માટે લોક અદાલત ઉભી કરાઇ હોવાનું જણાવતા કહ્યું હતું કે,પક્ષકારોને બાકાત કરવામાં આવે તો જજ-વકિલ અને સ્ટાફની કોઇ જરૂરીયાત રહેશે નહિ તેથી પક્ષકારકેન્દ્રીત કામ કરવા સૌને અપીલ કરી હતી. ન્યાયભવનના બનાવવામાં થયેલી મહેનતનું યોગ્ય જતનથાય તે જરૂરી ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, લોકો કાયદાની સત્તાનો સ્વીકાર કરે અને કાયદાપ્રત્યે વિશ્વાસ અને નિષ્ઠા જળવાય રહે તે જરૂરી છે. તેમણે ન્યાયિક વહિવટ એક કાર્ય હોવાનુંજણાવતા કહ્યુ હતું કે, કાયદો અને ન્યાયી અદાલત એ એક સિક્કાની બે બાજુ ગણાવતા તેમણે ઉમેર્યુહતું કે, કોર્ટ વિના કાયદો શક્ય નથી અને કાયદા વિના કોર્ટ શક્ય ન હોવાનું તેમણે ઉમેર્યુ હતું. તેમણેપક્ષકારોને ઇશ્વરનું સ્વરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, ન્યાયથી પિડીતનું નિવારણ થાય તે દિશામાં કામકરવા વકિલમિત્રોને અનુરોધ કર્યો હતો. તેમણે શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યોથી ન્યાયિક કાર્યમાંરચનાત્મક ફાળો આપવા ખાસ ટકોર કરી હતી. તેમણે ન્યાયિક અધિકારીઓનું અલગ મહત્વ હોવાનુંજણાવતા ઉમેર્યુ હતું કે, તે સર્વોપરી સત્તાનો ઉપયોગ કરી સમાજમાં ઉદાહરણરૂપ પ્રેરણા પુરૂ પાડવાનુંકાર્ય કરે છે. તેમણે પક્ષકારોનો ભરોસો ન્યાયતંત્ર પર કાયમ જળવાય રહે તેમ કાર્ય કરવા જણાવ્યુંહતું
.જિલ્લાના ડ્રિસ્ટ્રીકટ જજ શ્રી એચ.ડી.સુથારે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, લગભગ ૪૨વર્ષ પહેલા આ કોર્ટની શરૂઆત થઇ હતી, ૨૦૦૮માં તે પૂર્ણ કોર્ટ અને ૨૦૧૮માં પ્રિન્સીપલ કોર્ટ તરીકેપ્રસ્થાપિત થઇ છે. તેમણે બારએસોસિએશનનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના સહકારથી ૨૪ટકા જેટલી કેસોની પેન્ડસી ઘટાડી શકાઇ છે. લોકોને ન્યાયતંત્રમાં અતૂટ શ્રધ્ધા છે. તેમણેવધુમાં ઉમેર્યુહતુ કે, આ વિસ્તારમાં ૨૪૬ કાનૂની શિબિર કરીને ન્યાય વિતરણની પ્રણાલીમાં સહભાગી બન્યા છે.તાલુકા બાર એસોશિએસના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે સ્વાગત આવકાર વેળાએ નવિન નિર્માણથયેલ કોર્ટને હાઇકોર્ટ જેટલી સારી સુવિધાઓ પુરી પાડવા બદલ આભાર વ્યકત કર્યો હતો.ખેડબ્રહ્માપ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ શ્રીએચ.એ. ઉપાધ્યાયે મહેમાનોનો પરીચય આપી પક્ષકારો વચ્ચેટૂટ પુરવામાં સેતુ રૂપ બનશે તેમ તેમણે ઉમેર્યુ હતું. કાર્યક્રમના અંતે સિનિયર વકિલ શ્રી પટેલે આભારવ્યકત કર્યો હતો. કોર્ટના લોકાપર્ણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા, મામલતદારશ્રી હેતલવસોયા સહિત વિવિધ જિલ્લાના ડ્રિસ્ટ્રીકટ જજશ્રીઓ સરકારી વકિલ તેમજ બાર એસોશિએસરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા