ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોરોનો આંતક વધી જવા પામ્યો છે છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ચોરો એક પછી એક દુકાનો અને બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે માયા નગર વિસ્તારમાં ચોરોએ બે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી જેમાં માયા નગર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જાદવ પોતાના કુળદેવીનું નિવેદ કરવા માટે પોતાના વતન ગયેલા હતા તે દરમિયાન મોકા નો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સો તેમના મકાનમાં પ્રવેશ કરી તેમના મકાનમાં પટેલ એક કિલો ચાંદી, ચાર તોલા સોનુ અને ઘરમાં પડેલ કેશ ૩૫૦૦૦ એમ કુલ મળી બે લાખ ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી સવારે જ્યારે પ્રેમજીભાઈ પોતાના ઘરે આવ્યા ત્યારે તેઓને ઘરે ચોરી થઇ હોવાની જાણ થઈ હતી જેથી તાત્કાલિક પ્રેમજીભાઈ એ ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરી હતી જે બાદ બાજુમાં આવેલ ચૌહાણ કપિલ ભાઈ પ્રેમજીભાઈ ના ઘરે પણ ચોરીનો પ્રયાસ થયો હતો પરંતુ મકાનમાલિક હજી સુધી ઘરે આવ્યા ન હોવાથી હાલ પોલીસે પ્રેમજીભાઈ જાદવની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ સિવાય લાખણી માં પણ સોના ચાંદીની દુકાનમાં ચોરી થવા પાણી છે અહીં વાઘેસ્વર જવેલર્સ નામની દુકાનમાં પણ રાત્રી ન સમયે તસ્કરો શટર તોડી 1 લાખ ઉપરાંત ની ચાંદી ની ચોરી કરી ગયા છે આમ એક જ રાતમાં તસ્કરો તરખાટ મચાવતા રાત્રીના સમયે મકાન બન્ધ કરી બહાર જતા પણ ડરી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -