એશિયન ગેમ્સ 2023ના 6ઠ્ઠા દિવસે, ભારતની દીકરીઓએ શૂટિંગમાં સિલ્વરના રૂપમાં દિવસનો પહેલો મેડલ જીત્યો. પલક, ઈશા સિંહ અને દિવ્યા સુબ્બારાજુ થડીગોલે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આના થોડા સમય બાદ, ભારતે 50 મીટર રાઈફલ 3P મેન્સ ટીમ ઈવેન્ટમાં 1769 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ ટીમમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સ્વપ્નિલ સુરેશ કુસલે અને અખિલ શિયોરન સામેલ હતા. ટેનિસમાં ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મેન્સ ડબલ્સની ફાઇનલમાં સાકેત-રામકુમારની જોડી હારી ગઈ હતી. મહિલા 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં પલક 242.1 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ઈશા સિંહ 239.7 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ભારતને મહિલા સ્ક્વોશ સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો. એશિયન ગેમ્સ 2023માં આ તેનો ચોથો મેડલ છે.
આ સાથે ભારતના મેડલની કુલ સંખ્યા 32 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે શૂટિંગમાં ભારતે સૌથી વધુ 18 મેડલ જીત્યા છે.
ndia એશિયન ગેમ્સ 2023 દિવસ 6 મેડલ ટેલી
કુલ મેડલ- 32- ગોલ્ડ- 8, સિલ્વર- 12, બ્રોન્ઝ- 12
સિલ્વર- 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટ
ગોલ્ડ – 50 મીટર રાઇફલ 3P મેન્સ ટીમ ઇવેન્ટ
સિલ્વર- ટેનિસ મેન્સ ડબલ્સ ફાઇનલ
ગોલ્ડ- પલક (10 મીટર એર પિસ્તોલ મહિલા ફાઇનલ)
સિલ્વર- ઈશા સિંઘ (10 મીટર એર પિસ્તોલ મહિલા ફાઈનલ)
બ્રોન્ઝ – મહિલા સ્ક્વોશ ટીમ ઇવેન્ટ
સિલ્વર- ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (50 મીટર રાઇફલ 3P)