શાહરુખ ખાન રિયલ લાઈફમાં ઐશ્વર્યા રાયની મેનેજર માટે હિરો સાબિત થયો હતો. દિવાળીની રાત્રે અમિતાભ બચ્ચનના જલસા બંગલામાં પાર્ટી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને બે વર્ષ બાદ પોતાના ઘરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહરુખ-ગૌરી, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, રીષિ કપૂર-નીતુ સિંહ, પરિણીતી ચોપરા-સાનિયા મિર્ઝા, અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના સહિતના અનેક સેલેબ્સ આવ્યા હતાં. સૂત્રોના મતે અર્ચના દીકરી સાથે ગાર્ડનમાં હતી અને અચાનક જ તેનો લહેંગો આગમાં સપડાઈ ગયો હતો. આ સમયે શાહરુખ ખાન દોડીને આવ્યો હતો અને તેણે પોતાના જેકેટથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આગની જ્વાળાઓને કારણે શાહરુખ પણ દાઝી ગયો હતો. રાતના ત્રણ વાગે આ બનાવ બન્યો હતો. આપને જણાવી દઈએ કે, સદાનંદ છેલ્લાં ઘણાં વર્ષોથી ઐશ્વર્યા રાયની મેનેજર તરીકે કામ કરે છે. જોકે, હાલમાં તે નાણાવટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છે. ડોક્ટર્સના મતે, અર્ચનાના જમણાં પગ તથા બંને હાથ દાઝી ગયા છે. જોકે, તેની હાલતમાં સુધાર જણાવવામાં આવ્યો છે પરંતુ ડોક્ટરની સલાહ પ્રમાણે હજુ થોડા દિવસ તેને આઈસીયુમાં રાખવામાં આવશે.