રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે બાજી પલટી દીધી છે. ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની બગાવતથી ગેહલોત સરકાર પર સંકટ છવાયું છે. આ પછી સીએમ નિવાસ સ્થાનમાં ગેહલોતે પોતાના સમર્થક ધારાસભ્યોની મીડિયા સામે પરેડ કરાવી હતી. ગેહલોત સરકારે દાવો કર્યો છે કે તેમની પાસે 109 ધારાસભ્યો છે એટલે કે તે બહુમતના આંક 101થી વધારે છે. જો કે સચિન પાયલટનું કહેવું છે કે તેમની પાસે 25 ધારાસભ્યો છે.
(File Pic)
અશોક ગેહલોત તરફથી સતત 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કહેવામાં આવી રહી છે. આ દરમિયાન અશોક ગેહલોતે પોતાના ધારાસભ્યોની સાથે રહી મીડિયાની સામે વિક્ટ્રી સાઇન પણ દેખાડી હતી.
(File Pic)
બીજીબાજુ કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસ નેતૃત્વએ ઘણીવાર સચિન પાયલટ સાથે વાત કરી છે. રાજસ્થાન સરકાર જનતાની સેવા માટે કામ કરશે.
સુરજેવાલાએ કહ્યુ કે, ક્યારેક-ક્યારેક વૈચારિક મતભેદ ઉભા થાય છે, પરંતુ તેનાથી પોતાની સરકારને નબળી પાડવી યોગ્ય નથી. જો કોઈ મતભેદ હોય તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાનીમાં તેનુ સમાધન થશે. વ્યક્તિગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી યોગ્ય નથી. મહત્વનું છે કે, રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે જયપુરમાં યોજાનારી બેઠકમાં ભાગ નથી લીધો…