AIMIMના ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે. ઓવૈસીએ વડાપ્રધાનની અયોધ્યા યાત્રાને ટાંકીને કહ્યું છે કે અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાનનું સામેલ થવું વડાપ્રધાનના સંવૈધાનિક શપથનું ઉલ્લંઘન છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, રામમંદિર ભૂમિપુજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા જશે. પીએ મોદી રામમંદિરનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કરશે. જો કે પીએમ મોદીના હસ્તે રામ મંદિરના ભૂમિપૂજનને લઇને હવે સવાલો ઉભા થઇ રહ્યાં છે. જેમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે.
(File Pic)
ઓવૈસીએ કહ્યું છે કે એક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં PMનું સામેલ થવું પ્રધાનમંત્રીના બંધારણીય શપથનું ઉલ્લંઘન કહેવાય. AIMIMના અધ્યક્ષે કહ્યું કે ધર્મનિરપેક્ષતા બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા પહોંચવાના છે.. જ્યાં તેઓ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સામેલ થશે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ઘણા લોકોને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમણના કારણે અયોધ્યામાં મહેમાનોની સંખ્યા 200 સુધી સીમિત રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીના અયોધ્યા મુલાકાતને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે પીએમઓને સંપૂર્ણ પ્લાન સોંપી દેવામાં આવ્યો છે.