ચૂંટણીના સમયે જ બાયડમાં બે વાહનોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ત્યારે આ અંગે અરવલ્લી ડીવાયએસપી નિસર્ગ પટેલે માહિતી આપતા જણાવ્યું કે પોલીસ કોમ્બિંગ દરમિયાન વૃંદાવન હોટલ ખાતેથી વિદેશી દારૂ હોવાનો કોલ મળ્યો હતો. જેની તપાસમાં બે લાખની કિંમતનો દારૂ પકડાયો છે. આ મામલે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીને કિર્તી પટેલે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. અને ધમકી પણ આપી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ચૂંટણી પહેલાં દારૂ મળી આવતા રાજકીય આક્ષેપો પણ શરૂ થયા છે. ત્યારે ડીવાયએસપીના જણાવ્યા મુજબ આ દારૂ ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત જે રૂટથી દારૂ આવ્યો હતો તેના સીસીટીવી ફુટેજની પણ તપાસ થઈ રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -