બાયડમાં મુખ્ય બજારમાં આવેલી જે.કે.આંગડીયા પેઢીમાં લુંટારૂઓ ધસી જઇ ઓફિસમાં સોમાભાઇ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઓફિસમાંથી રૂ.3.50 લાખની લુંટ કરી લુંટારૂઓ ફરાર થઇ જતાં ચકચાર મચી હતી.આ અંગે મળતી માહિતી મુજબ બાયડ પી.એસ.આઇ કે.કે.રાજપુત અને તેમની બે ટીમે સી.સી.ટીવી કેમેરા ફૂટેજના આધારે શંકાસ્પદ જણાતાં યુવક અંગે તપાસ કરતાં સમગ્ર ઘટનાને બે માસ જેટલા સમય પછી આંગડીયા પેઢીના કર્મીને માર મારી લુંટને અંજામ આપનાર દખણેશ્વર ગામના ભાવિક દિનેશભાઇ પટેલને દબોચી લઇ 2 દિવસના રીમાન્ડ મેળવતાં રીમાન્ડ દરમ્યાન દેવું વધી જતાં બાયડની જે.કે.આંગડીયા પેઢીમાં જઇ પેઢીના કર્મચારીને માથાના ભાગે હથોડીના ઘા મારી ઓફિસમાં રહેલા 2.12 લાખ રોકડ, મોબાઇલ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆરની લુંટ કર્યાની કબુલાત કરી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -