વિદેશ જતા ભારતિયો પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ અનેક રીતે વ્યક્ત કરતા હોય છે. જેમાં અનેક વિદેશીઓ પોતાની કારની નંબર પ્લેટ પોતાની સરનેમ(અટક) અથવા પોતાની જાતના નામની કે અન્ય સંબંધિત વ્યક્તિના નામની બનાવતા હોય છે, પરંતુ વાપીની એક દિકરીએ પોતાની કારની નંબર પ્લેટ વાપી નામની લઇ વતનનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે.વાપીના વેપારી શિશુપાલ વેપારીની પુત્રી વૈશાલી છેલ્લા થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થઇ છે. આઇટી સેક્ટર સાથે જોડાયેલી વૈશાલીનો પોતાના શહેર વાપીનો પ્રેમ અનોખો છે.
તેને અમેરિકામાં પણ વાપીની સતત યાદ આવતી રહે છે. જેના કારણે તેણીએ પોતાની કારની નંબર પ્લેટ વાપીના નામની લઇ લીધી છે.તેની કાર જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ગુજરાતી અમેરિકનોને વાપી ગુજરાતની યાદ આવી જાય છે. તેણીનો પોતાના શહેર વાપીનો આ અનોખો પ્રેમ અમેરિકન ગુજરાતીમાં અનોખો ઉત્સાહ ભરી રહ્યો છે. આ કાર અમેરિકામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વૈશાલી બેનના પિતા શિશુપાલભાઇએ જણાવ્યું હતું કે મારી દિકરીનું બાળપણ વાપી શહેરમાં વિત્યું છે. જેથી વાપી સાથે તેમની અનેક યાદો જોડાયેલી છે