દેશની રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મામલામાં મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરી લેવામાં આવી છે. દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
દિપ સિદ્ધુ પર લાલ કિલ્લામાં થયેલી હિંસા વખતે વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે. 26 જાન્યુઆરીના ઉપદ્રવીઓની ભીડને લાલ કિલ્લા પર પહોંચાડી તોફાન કર્યું હતુ અને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેને મહત્વની સફળતા મળી છે. જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની હિંસાના આરોપી દિપ સિદ્ધુની ધરપકડ કરી છે. તેના પર લાલ કિલ્લામાં થયેલી હિંસા વખતે વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે.
અંદાજે 15 દિવસથી ફરાર દીપ સિદ્ધુની મંગળવારે સવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે લાલ કિલ્લાની ઘટના પછી દીપ સિદ્ધુની ગુરુદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા સની દેઓલ સાથેની તસવીર વાયરલ થઇ હતી. કિસાન સંગઠનોએ કહ્યું હતું કે દીપ સિદ્ધુ ભાજપનો માણસ છે. જ્યારે સની દેઓલે ટ્વીટ કરી કહ્યું હતું કે મારા અથવા મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઇ સંબંધ નથી.