દુનિયામાં મંકિપોક્સના કેસ સતત વધી રહ્યા છે મંકીપોક્સે વિશ્વના ઘણા દેશોમાં ભય ફેલાવ્યો છે સદ્નસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મંકિપોક્સ જેવા લક્ષણો ધરાવતો ચિકનપૉક્સ બાળકોમાં જોવા મળતા અરવલ્લી જિલ્લામાં ફફડાટ ફેલાયો છેઅરવલ્લી જીલ્લામાં ચિકનપૉક્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લામાં અત્યાર સુધી 50 જેટલા બાળકો ચિકનપૉક્સનો ભોગ બનતા તબીબો પણ માથું ખંજવાળી રહ્યા છે ત્યારે ચિકનપૉક્સ બીમારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી હાથધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે
ચિકનપૉક્સ સગર્ભા મહિલાઓ અને પુખ્તવયના લોકો પણ શિકાર બની શકે છેચિકનપોક્સમાં, દર્દીઓને તાવ સાથે શરીર પર નાના લાલ ફોલ્લીઓ પડે છે. આ અંગે તબીબના જણાવ્યા અનુસાર,ચિનકપોક્સ એક ચેપી રોગ છે અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને આ રોગનું જોખમ રહેલું છે. ચિકનપૉક્સ વાઇરલ ઈન્ફેક્શન હોવાથી જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો તો તમને પણ આ રોગ થઈ શકે છે. દર્દીના દાણા અને ઘા માંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી પણ બીજા વ્યક્તિ ચેપનો શિકાર પણ બની શકે છે. આ બિમારીથી બચવા માટે બને ત્યાં સુધી સ્વસ્થતા અને ચિકનપૉક્સના દર્દીથી અંતર જાળવવું ખુબ જરૂરી છે