રાજયમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇ હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બાયડ વિધાનસભા સર કરવા ભાજપે નિટીન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. સહકાર સંમેલનના નામે પટેલ સમાજને ભાજપ તરફ આકર્ષવા માટે ભાજપ દ્રારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. નિતીન પટેલને બાયડના ચૂંટણી કેમ્પેઇનમાં ઉતારાતાં રાજકીય ગરમાવો દેખાઇ રહ્યો છે. ચોઇલા ગામે સહકાર સંમેલનના નામે પાટીદાર વોટબેંકને અકબંધ કે પોતાની તરફ વાળવા ભાજપ કમરકસી રહ્યું છે. કારણ કે કોગ્રેસમાંથી બાયડના ઉમેદવાર તરીકે પાટીદારને ઉતારાતાં ભાજપ પાટીદાર મતદારોને જાળવી રાખવા અવનવા હથકંડા અપનાવી રહ્યું છે. આ પ્રસંગે બિનસચિવાલય પરિક્ષા બાબતે પણ નિતીન પટેલે જણાવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિનભાઇ પટેલ સહકાર સંમેલન અને સાંસદ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને રાજ્ય સરકારની વિકાસ ગાથાને રજુ કરીને આડકતરી રીતે સરકાર સાથે રહેવાની વાતો કરીને પાટીદારો અને સ્થાનિકોને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. ભાજપ માટે આમ તો બાયડ બેઠકને હાંસલ કરવી એ કશ્મકશ ભરી સ્થિતીમાં લાગતા જ તમામ મોરચેથી ભાજપે તાકાત લગાવી દીધી છે. આ દરમ્યાન તેઓ બીન સચીવાલય કારકુનની પરીક્ષા રદ કરવાને લઇને પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી નહી હોવાનુ જણાવી કહ્યુ હતુ કે, સરકારે ગૌણ સેવા પસંદગી મંડળને સુચના આપી છે કે સરકાર નવો નિર્ણય ના કરે ત્યાં લગી પરીક્ષા મુલતવી રાખવી, શંકરસિંહ વાઘેલા એ ભાજપે મહેન્દ્રસિંહને છેતર્યાના મુદ્દે પણ શંકરસિંહ વાઘેલાને પોતાના વડીલ તરીકે ગણાવ્યા હતા અને વડીલે ક્યાંક ક્યાં શુ બોલ્યા એ વિશે માહીતી નહી હોવાનુ વાત સાફ કરી હતી.