ચીને કોરોના વાયરસ સામે લડવા માટે પોતાની પ્રથમ નેઝલ સ્પ્રે વેક્સીનને પરીક્ષણ માટે મંજૂરી આપી દીધી છે. કોરોના વાયર સામે ચીનની એકમાત્ર નેઝલ સ્પ્રે વેક્સીનના પ્રથમ તબક્કાનું પરીક્ષણ નવેમ્બરમાં શરુ થઈ શકે છે. આ પરીક્ષણ માટે 100 લોકોને સામેલ કરવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ, વિશ્વના અનેક દેશોમાં ફેલાય ચુકેલ કોરોના વાયરસ નામની મહામારી સામે લડવા માટે ભારત, ચીન, અમેરિકા, રશિયા સહિતના દેશો તેની અસરકારક વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ત્યારે ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ, ચીન હવે તેની પ્રથમ નેઝલ સ્પ્રે વેક્સીન પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમમયાં જ તે આ વેક્સીનને પરીક્ષણ શરુ કરશે.
સમાચારપત્રના જણાવ્યા મુજબ, આ આવા પ્રકારની એકમાત્ર વેક્સીન છે જેને ચીનના નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એસોસીએશનએ સ્વિકૃતિ આપી છે. આ વેક્સીન હોંગકોંગ અને મુખ્ય ચીનની વચ્ચે એક સામૂહિક મિશન હેઠળ વિકસિત કરવામાં આવી રહી છે જેમાં યુનિવર્સિટી ઓફ હોંગકોંગ, શિયામેન યુનિવર્સિટી અને બીજિંગ વંતાઈ બાયલોજિકલ ફાર્મસીના રિસચર્સ સામેલ છે.
આ અંગે યુનિવર્સિટી ઓફ હોંગકોંગના એક પ્રોફેસરે જણાવ્યું કે, નેઝલ સ્પ્રેના માધ્યમથી વેક્સીન આપવાથી ઇન્ફ્લુએન્જા અને નોવેલ કોરોના વાયરસ બંનેથી સુરક્ષા મળી શકે છે. મહત્વનું છે કે, કોરોના સામેની જંગમાં હાલ ચીનની ત્રણ વેક્સીન રેસમાં છે. જે ત્રણેય ત્રીજા ચરણના ટ્રાયલમાં પહોંચી ચુકી છે.