તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણીની ધરપકડ આસામમાં કરવામાં આવી હતી જેનોસમગ્ર જગ્યાએ ઠેરઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિકથળી રહી હોવાના આક્ષેપ સાથે આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યોહતો જેમાં જણાવ્યા મુજબ રાજ્યમાં એલ.આર.ડી. યુવાનોનું આંદોલન હોય, પેપરલિક મામલે આંદોલનહોય,કર્મચારીઓ નું આંદોલન હોય, દલિતો પરના અત્યાચારોનુ આંદોલન હોય કે પછી પેટ્રોલ ડિઝલ,રાંધણગેસ, ખાધ્યતેલ સહિતના ભાવવધારા વિરોધનુ આંદોલન હોય તમામને સરકાર દબાવી દેવા કાયદાનો દૂરપયોગ કરી લોકોના પોતાના હક્ક માટેના, વાણીસ્વાતંત્ર્યતાના અધિકારોને દબાવી રહી છે
તે જ રીતે વિધાનસભામા બહાર અને અંદરના લોકોના હક્કો માટે અવાજ ઉઠાવતા ધારાસભ્યજીજ્ઞેશભાઇ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ સંદર્ભે સંજ્ઞાન લ ઇરાજ્યના દરેક નાગરિકોના બંધારણીય મૂળભૂત અધિકારો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા કાર્યવાહીકરવા રાજ્યપાલશ્રી દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિતઅધિકાર મંચના પ્રમુખ યોગેન્દ્ર પરમારની આગેવાની હેઠળ વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.