ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી રોકવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે ત્યારે તેની આગામી સુનાવણી 19મી તારીખે હાથ ધરાવાની છે. તેમાં નક્કી થશે કે ચુંટણી યોજાશે કે નહીં ? મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનાર પેટાચુંટણીને લઈને ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીને નોટીસ ઈશ્યુ કરી છે.
(File Pic)
આગમી સમયમાં તમામ પક્ષો વિભાન સભાની પેટા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની 8 પેટાચૂંટણી રોકવા હાઈકોર્ટમાં જાહેર હિતઅરજીની કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલ કોરોનાના કહેરને લઈ પેટાચુંટણી ન યોજવાને લઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
(File Pic)
આ મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી કરવામાં આવી હતી અને હાઈકોર્ટ તરફથી ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. નોટિસ ઈશ્યૂ કરીને હાઈકોર્ટે જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે.. ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશમાં ઘાતક વાયરસનો કહેર યથાવત છે. ત્યારે જો રાજ્યમાં પેટા ચૂંટણી યોજાય તો વાયરસનું સંક્રમણ વધે તેવી શક્યતા છે. જેને લઈ એક અરજદાર દ્વારા ચુંટણી ન યોજવા માટે રજુઆત કરતી અરજી કરવામાં આવી છે.