રાફેલ પર SCના ચુકાદા બાદ ભાજપ આક્રમક મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસ સામે ભાજપના આજે રાજ્યવ્યાપી ધરણાં યોજાયા છે. કોંગ્રેસ રાજનીતિ કરી કોર્ટના નિર્ણયને સ્વીકારતી નથી તેવું જીતુ વાઘાણીનું કહેવું છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની માફી માગે તેવું પણ નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું છે. આ સિવાય નર્મદામાં ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં વ્યુ હતું. રાફેલ મુદ્દો ચગાવીને ભાજપ પર લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપને આ મુદ્દે ક્લીન ચીટ આપી છે. રાફેલ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા ભારે રાજનીતિ રમવામાં આવી હતી. જયારે ભાજપને ધેરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ક્લીન ચીટ બાદ રાફેલ મામલે ખોટા આક્ષેપ કરનાર રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરવામાં આવી રહી છે. જયારે માફીની માંગણી સાથે નર્મદા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.