કોરોનાનું સંક્રમણ દેશભરમાં વધી રહ્યુ છે ત્યારે આ સંક્રમણના ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. યેદિયુરપ્પાએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી હતી. સાથે જ તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓની તબિયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
યેદિયુરપ્પાએ ટ્વીટ કર્યું હતું કે, મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું. ડોક્ટરોની ભલામણ પર સાવધાનીના ભાગ રૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું તે લોકોને વિનંતી કરુ છું, જે મારા સંપર્કમાં આવ્યા છે તે ક્વોરેન્ટાઇન થઈ જાય. મહત્વનું છે કે, મુખ્યમંત્રી યેદુરપ્પાની પુત્રીને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
(File Pic)
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ કોરન્ટાઇન થવાની અને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે મને મારૂ સ્વાસ્થ્ય થોડુ નબળુ જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત શાહ ઉપરાંત કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા અને તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.