સુરતની જે સિવિલ હોસ્પિટલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. એમાંય ખાસ કરીને સુરતના ગરીબ પરિવારોઅને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે આ હોસ્પિટલ એક આશિર્વાદ રૂપ છે. પરંતુ આ સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોબેદરકારી વારંવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની સિવિલના ઓપરેશન થિએટર રૂમના કેટલાંક ફોટો વાયરલ થયા છે. જેમાંખાસ કરીને ઓપરેશન થિએટરની અંદર ફોલ સિલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. દરવાજાના કાચ પણ તૂટેલા જોવામળી રહ્યાં છે. એ સિવાયની અનેક કેટલીક બેદરકારી પણ સામે આવી છે. વિગતે જો વાત કરીએ તો સુરતમાં કુલ 24 જેટલાંઓપરેશન થિએટર છે. તે 24 ઓપરેશન થિએટર પૈકી ઘણાં એવાં ઓપરેશન થિએટર છે કે જેની હાલમાં બિસ્માર હાલત છે.સુરતની સિવિલમાં ઓપરેશન થિએટરની અંદર એન્ટ્રી મારતાની સાથે જ બિસ્માર હાલતમાં સિલિંગ ફોલ જોવા મળી રહી છે.જો બહાર જ આવી હાલત હોય તો પછી હોસ્પિટલની અંદરની તો વાત જ શી કરવી. આ બેદરકારીને જો ગુનાહિત બેદરકારી કહીએ તો પણ કંઇ ખોટું નથી કારણ કે અહીં રોજના 100 જેટલાં ઓપરેશન થાય છે.
એમાંય ખાસ કરીને જે ઓર્થોપેડિક અનેસર્જરી વિભાગ છે એ વોર્ડમાં સૌથી વધારે ઓપરેશન થતા હોય છે. ત્યારે તંત્રની આવી બેદરકારી એ દર્દીઓ માટે સૌથી વધારેજોખમકારક કહી શકાય. તમને જણાવી દઇએ કે, આપણે આની માટે વારંવાર સિવિલનાં તંત્રને જવાબદાર ઠેરવતા હોઇએ છીએપરંતુ સિવિલની તમામ મેન્ટેનન્સની જવાબદારી એ PIO વિભાગની હોય છે. પરંતુ અહીંયા તેની એટલી ઘોર બેદરકારી છે કેઆખીય સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર ખખડી ગઇ હોય, સડી ગયું હોય તેવી અહીં હાલત જોવા મળી રહી છે. જ્યારે આવોકોઇ મુદ્દો મીડિયામાં ઉછળે અને પછી તે કલેક્ટર કચેરી સુધી જાય ત્યારે એ PIO વિભાગ દોડતો થાય છે. જણાવી દઇએ કે, થોડાં દિવસ પહેલાં વોર્ડની અંદર કૂતરાં ફરતા હતાં તેની વીડિયો વાયરલ થયો હતો. એની પહેલાં બાળકોના વોર્ડમાં જે નવા AC હતા તે બંધ થઇ ગયા હતાં. આવી અનેક બેદરકારી સિવિલમાં જોવા મળી રહી છે. ત્યારે અહીં કેટલાંક પ્રશ્નો ઉભા થાય છે..