પાટણ શહેરમાં કોરોના પોઝેટિવ કેસ આવ્યા બાદ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાસમાં પોઝિટિવ દર્દીના ઘરે પહોંચ્યા હતા અને નગરપાલિકા દ્વારા સમગ્ર મહોલ્લાને સેનેટાઈઝ કરી સીલ કરવામાં આવ્યો હતો.
તેમજ વૃદ્ધને હાલમાં ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના આઠ સભ્યોને કુણઘેર ખાતે ફેસીલીટી કોવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે પટ્ટણીવાસની સામે આવેલા સાચોરાવાસના 50 મકાનો તેમજ રોડ પરના નવ મકાનો મળી કુલ 185 મકાનોના 804 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ મહોલ્લાની આસપાસના સાત મહોલ્લાઓને બફરઝોનમા મૂકવામાં આવ્યા છે અને આ લોકોની પણ અવરજવર બંધ કરવામાં આવી છે.