મહેસાણા નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ સ્ટેડિયમ ના ટેન્ડર ને લઈને અત્યાર થી વિવાદર્જાયો છે. વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરીયા એ લેખિતમાં રજૂઆત કરી છે કે, ટેન્ડર ની સમયમર્યાદા જાણી જોઈને વધારવામાં આવી છે. વિરોધ પક્ષ નેતા કમલેશ સુતરીયા એ આક્ષેપ કર્યો હતો કે, નવીન એજન્સી ને લાભ કરાવવા પાલિકા દ્વારા જાણી જોઈને સમય મર્યાદા વધારાઈ છે.
ત્યારે પાલિકા ના સતાધીશો એ આ મુદ્દે જણાવ્યું હતું કે, એક તરફ સ્ટેડિયમ ની લાઈટો અને સાઉન્ડ લગાવવાની કામગીરીચાલુ છે. અમે સાથે સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ને જ્યારે કામ પણ પૂર્ણ થાય ત્યારે સાથે સાથે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થાય તેવી રીતે કામગીરી હાથ ધરવામા આવી છે.