ગુજરાતમાં સુરત અને મધ્યપ્રદેશની ઈન્દોર બેઠક બાદ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ભંડોળના અભાવનું કારણ આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે ઓડિશાની પુરી સીટ હોટ સીટમાંથી એક છે. અહીં ભાજપના દિગ્ગજ નેતા સંબિત પાત્રા મેદાનમાં છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવારનું નામ પાછું ખેંચાયા બાદ સંબિત પાત્રા માટે રસ્તો સરળ થઈ ગયો છે.
- Advertisement -
Latest News
- Advertisement -