દીપિકા પાદુકોણના નામ પર વધુ એક સિદ્ધિ લખાઈ ગઈ છે. તેને બિઝનેસ ઓફ ફેશન એન્ડ હાઇલાઇટ્સ 500એ ગ્લોબલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માટે પસંદ કરી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ડ્રેસિંગ સ્ટાઇલનો જાદુ ચલાવનારી દીપિકાને અગાઉ 2018માં ટાઈમએ દુનિયાના 100 પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ કરી હતી…..
બિઝનેસ ઓફ ફેશન એન્ડ હાઇલાઇટ્સ 500 એટલે કે BoF 500 વર્તમાનમાં દુનિયામાં 2.4 ટ્રિલિયન ડોલરના ફેશન બિઝનેસને આકાર આપનાર લોકોનો નિશ્ચિત ઈન્ડેક્સ છે. આના સભ્યોએ વ્યાપક ડેટા એનાલિસિસ અને અનુસંધાનથી મળેલ ઘણા નોમિનેશનના આધાર પર દુનિયાભરથી ફેશનને નવી દિશા આપનાર લોકોને સિલેક્ટ કર્યા છે……પ્રોફાઈલમાં તે હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ અને એપ્રિલ 2019માં અમેરિકન વોગ મેગેઝીનની કવર ગર્લ હોવાની વાત પણ લખી છે……..
દીપિકા સિવાય આ લિસ્ટમાં સામેલ થનાર બીજો ભારતીય ફેશન આઇકોન સંજીવ બહલ છે. સંજીવ સાઈટેક્સનો ફાઉન્ડર અને સીઈઓ છે. આ લિસ્ટમાં 2019 સુધી કુલ 33 લોકોના નામ સામેલ થઇ ચૂક્યા છે.