અમદાવાદમાં વર્ષ 2006માં થયેલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત એટીએસની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ અને મરીન પોલીસે બંગાળ બોર્ડર પરથી કાલુપુર બ્લાસ્ટનો અબ્દુલ રઝા ગાઝી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગુજરાત એટીએસ અને મરીન પોલીસે બંગાળ બોર્ડરથી અમદાવાદમાં વર્ષ 2006માં કરવામાં આવેલ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ રઝા નામના આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી અબ્દુલ રઝા 2006 બ્લાસ્ટના તમામ આરોપીઓને બાંગ્લાદેશથી બહાર મોકલવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે. આ માટે તેણે રૂપિયા પણ લીધા હતા. તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
(File Pic)
વર્ષ 2006માં અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટમાં અનેક આરોપીઓને આશરો આપી. બોર્ડર ક્રોસ કરાવવાનું કામ અબ્દુલ ગાઝીએ કર્યું હતું. આ બ્લાસ્ટમાં મોહમ્મદ અસલમ ઉર્ફે અસલમ કશ્મીરી ઝૂલફિકર, અબુ ઝુદાલ સહિત અનેક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સામેલ હતા.