ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 498 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 498 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 19617 થઈ ગઈ છે.
બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 313 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 29 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1219 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 13324 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા-પાટણમાં 6-6 કેસ નોંધાયા છે. તો સાબરકાંઠા-કચ્છમાં 5-5 પોઝિટિવકેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડા-આણંદ-ગીર સોમનાથ-નવસારીમાં 2-2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 5074 એક્ટિવ કેસ છે જે પૈકી 61 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5013 દર્દી સ્ટેબલ છે.