ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 477 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 477 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 20574 થઈ ગઈ છે.
બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 321 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 31 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1280 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 13964 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠા-જામનગરમાં 5-5 કેસ નોંધાયા છે.
જ્યારે ગાંધીનગર-અરવલ્લી-જુનાગઢમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ-ખેડા-ગીર સોમનાથ અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 5330 એક્ટિવ કેસ છે જે પૈકી 59 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5271 દર્દી સ્ટેબલ છે.