પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બોરું ગામે રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે મુસ્લિમ ધર્મગુરુ હઝરતસૈયદ કમાલ્લુદ્દિન રિફાઇ બાબા સાહેબના વંશજો હઝરત સૈયદ શોયબબાબા રિફાઇની પ્રેરક ઉપસ્થિતિમાંવાર્ષિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા રિફાઇ માર્ગ દાંડિયા બજાર સ્થિતખાનકા એ રિફાઇના મોજુદા શજ્જાદા નશિન હઝરત સૈયદ કમાલ્લુદ્દિન રિફાઇ બાબા સાહેબના અથાગપરિશ્રમથી અને મહેનત થકી કાલોલ તાલુકાના દરેક ધર્મના બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધી તેમનીઉજ્જવળ કારકિર્દી બનાવે તે હેતુથી પ્રેરણાદાયી કાર્ય કરી શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવામાં આવી છેતે કાલોલ તાલુકાની બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગતરોજ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કોરોના મહામારી દરમ્યાન જેવિદ્યાર્થીઓએ ઓનલાઈન અને ઓફ લાઇનમાં સુંદર કામગીરી કરી તેવા વિદ્યાર્થીઓને,વર્ષ દરમ્યાનશાળામાં નિયમિત રહી શિક્ષણમાં વિશેષ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમજ વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ પરિણામમેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સંસ્કૃતિકાર્યક્રમ તેમજ શિક્ષણક્ષેત્રે જાગૃતિ લાવવા માટે વિવિધ નાટકો અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાંઆવ્યા હતા જેમાં ધર્મગુરુ સૈયદ શોયબબાબા રિફાઇ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.