બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે વાર્ષિકોત્સવ અને ઈનામવિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કર્યા બાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગતકરવામાં આવ્યું હતું. કોલેજની વિવિધ સહાભ્યાસ પ્રવૃત્તિઓ અને એકેડેમિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓમેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવા ઈનામ વિતરણ કાર્યક્રમ અને વાર્ષિકોત્સવનું આયોજન કરવામાંઆવ્યું હતું, તેમજ સરકારી વિજ્ઞાન કોલેજ પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વાર્ષિકોત્સવસમારંભના ઉદ્ઘાટક તરીકે એચએનજીયુંના કુલપતિ જે.જે. વોરા, સમારંભ અધ્યક્ષ તરીકે બનાસકાંઠાસાંસદ અને મુખ્ય મહેમાન તરીકે થરાદના ધારાસભ્ય, અતિથી વિશેષ તરીકે ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ સહિત કોલેજના પ્રિન્સિપાલના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાયો હતો
જેમાં કોલેજ ક્ષેત્રેઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિજે.જે.વોરા, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, સરકારીવિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જગદીશભાઈ પ્રજાપતિ, સરકારી વિનિયન અને વાણિજય કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મન્સૂરી સહિત કોલેજ પરિવાર, મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.