ગુજરાતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં આજે શુક્રવારે રાતથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી 60 કલાકના કર્ફ્યૂ લાગું થશે. તો બીજીબાજુ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા હવે આ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આવતીકાલથી રાત્રિ કરફ્યુ રહેશે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ હાઉસ ફૂલ હોવાની વાતને અફવા ગણાવી હતી. અને લોકોએ ભયભીત ન થવા માટે અપીલ કરી હતી.. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 60 આઈસીયુ બેડ ખાલી છે અને આ ઉપરાંત અન્ય બેડ પણ ખાલી છે. આ ઉપરાંત ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે.