જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા કોવિડ-૧૯ સ્થિતિ સંદર્ભે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનુ છે કે, કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના ઘરે જો સરકારની માર્ગદર્શિકા અનુસારની સુવિધાઓ ના હોય તો તેમને સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ફરજીયાત રીતે શિફ્ટ કરવામાં આવશે. તેમજ પોતાના ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન થવા માંગતા વ્યક્તિઓના ઘરે સરકારની માર્ગદર્શિકા અનુસારની સુવિધાઓનું મેડિકલ ઓફિસરના નેજા હેઠળની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ક્વોરેન્ટાઈન થવાની અનુમતિ આપવામાં આવશે.
તંત્ર દ્વારા આ સંદર્ભે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે સરકારે લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. તેમજ વડાપ્રધાન દ્વારા લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા કોવિડ-૧૯ સ્થિતિ સંદર્ભે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે.