ગીર ગઢડાના હરમડિયા ગામે ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની માંગણી સાથે ગ્રામજનો ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા હતા. હરમડિયા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકોની રજુઆતોને આજદિન સુધી તંત્રએ ધ્યાનમાં ન લેતા આખરે ગ્રામજનો હરમડીયા રેલવે સ્ટેશન પર ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોની માંગ છે કે પહેલાનો જે સમય હતો તે સમય ટ્રેનમાં અપડાઉન કરતા લોકોને અનુકૂળ હતો પરંતુ તંત્ર છેલ્લા ઘણા સમયથી ટ્રેનના સમયમાં ફેરફાર કરેલ આ બાબતે ગ્રામજનોએ રેલવે તંત્રને તેમજ અધિકારી પદ અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી અને હજુ સુધીમાં જો કોઈ જ સમયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહેલ ગ્રામજનોની આ રજુઆતોને અધિકારીઓ ધ્યાનમાં લે છે કે નહીં તે તો સમય જ બતાવશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -