સૂઝલામ સુફલામ કેનાલ માં પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળતા આંદોલનના ભણકારા વાગી રહ્યાછે. દિયોદર ત્રણ તાલુકા ના 100 ગામો નો એકજ સુર પાણી નહીં તો વોટ નહીં.સુજલામ સુફલામ કેનાલમાં વર્તમાન સમય સિંચાઈ માટે પાણી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે જેમાં વીજળી બાદ હવે પાણીમાટે ખેડૂતો એ બાયો ચડાવી છે જેમાં એક સાથે 100 ગામો ના ખેડૂતો એ પાણી નહીં તો વોટ નહીં ના સુરવચ્ચે બેઠકો શરૂ કરી છે જેમાં આગામી સમય આંદોલન ના ભણકાર વાગશે. દિયોદર લાખણી કાંકરેજ જેવા વિસ્તાર માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવતા ખેડૂતો ને સિંચાઈ માટેપાણી મળી રહે છે તેવી આશા જાગી હતી પરંતુ ખેડૂતો ને આશા નિરાશા બની છે જેમાં એકાએક સુજલામ સુફલામ કેનાલ માંથી પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો એ પાણી માટે આંદોલન તરફ વળ્યા છે
જેમાં ત્રણ તાલુકા ના 100 ઉપરાંત ગામો ના ખેડૂતો એ ખેડૂતો ને પાણી આપો નહીંતર ખુરશી ખાલી કરોના નારા વચ્ચે ગામે ગામ ખેડૂતો ની બેઠકો શરૂ કરી છે જેમાં એક સાથે હજારો ની સંખ્યા માં ખેડૂતો પાણીમાટે આંદોલન પર ઉત્તરસે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે જેમાં 100 ગામો નો એકજ સુર છેપાણી નહીં તો વોટ નહીં ના નારા વચ્ચે ખેડૂતો સરકાર પાસે પાણી ની માંગ કરી રહ્યા છે સુજલામસુફલામ કેનાલ માં પાણી માટે ખેડૂતો એ દરેક ગામો માં ખેડૂતો સાથે બેઠકો શરૂ થઈ છે જેમાં ખેડૂતો હવેપાણી માટે બાયો ચડાવી દરેક ગામો માં પાણી નહીં તો વોટ નહીં ના પોસ્ટરો લગાવી દેખાવ કરશે જેમાં આગામી સમય એક સાથે હજારો ખેડૂતો પાણી માટે આંદોલન છેડશે .