ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડના ફાસ્ટર બોલર જેમ્સ એન્ડર્સને એક મોટી સિદ્ધિ પોતાને નામે કરી છે. એન્ડર્સન પાકિસ્તાન સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટના અંતિમ દિવસે અઝહર અલીને આઉટ કરતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 600 વિકેટ ઝડપનારો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
આ ઉપરાંત તેણે ઝડપી બોલર તરીકે સૌથી વધારે ટેસ્ટ રમવાની સિદ્ધિ પણ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ઝડપી બોલર 156 ટેસ્ટ રમ્યો નથી. મહત્વનું છે કે, એન્ડરસનનો 600મો શિકાર પાકિસ્તાનનો બેટ્સમેન અઝહર અલી બન્યો. તેણે 156મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
ટેસ્ટ મેચની શરૂઆત પહેલા એન્ડરસનની 593 વિકેટ હતી. આ ઝડપી બોલરે પહેલી ઇનિંગમાં 56 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને તેની ટેસ્ટ વિકેટ 598 થઈ હતી.
ઈંગ્લેન્ડના ઝડપી બોલરથી આગળ હવે ફક્ત ત્રણ બોલરો છે. ભારતના ભૂતપૂર્વ બોલર અનિલ કુંબલે 619 વિકેટ, ઓસ્ટ્રેલિયાના બોલર શેન વોર્ન 708 વિકેટ અને શ્રીલંકાના પૂર્વ બોલર મુરલીધરન 800 વિકેટ છે. ત્યારે એન્ડરસન હવે અનિલ કુંબલેના લક્ષ્યાંકને વટાવીને બીજા ક્રમે આવવા માટે સજ્જ છે.