સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આપણે પણ ઘણી વખત અમુક પ્રકારના વિડીયો જોઈને ચોંકી જતા હોઈએ છીએ. ત્યારે છોટાઉદેપુરના ધંધોડા ગામમાં એક ખેડૂતનો ટ્રેક્ટર સાથેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને ખુબ જ અચંબામાં મૂકી દે તેવો છે. આ ખેડૂતનું ટ્રેક્ટર કીચડમાં ફસાયેલું છે અને ખેડૂત ચાલુ ટ્રેક્ટરને કીચડમાંથી બહાર નીકાળવા માટે ટ્રેક્ટરને ફૂલ રેશ આપી રહ્યો છે દરમિયાન ટ્રેક્ટર આગળથી ઊંચું થઇ જાય છે અને જોત જોતામાં ટ્રેક્ટર આખું પલટી ખાઈ જતા ઊંધું થઇ જાય છે. જોકે સદનસીબે ખેડૂતનો જીવ બચી જાય છે.
જણાવી દઈએ કે આ ઘટના બની ત્યારે આસપાસ કેટલાક લોકો ઉભા હતા જે વિડીયોમાં જોઈ શકાય છે. આ લોકોએ ખેડૂતને બચાવીને બહાર કાઢ્યો હતો. જોકે આ બધાની વચ્ચે મહત્વનો ભાગ એ ટ્રેક્ટરના સાયલેન્સરે નિભાવ્યો હતો. અથવા તો એમ કહી શકાય જે સાયલેન્સરના કારણે જ ખેડૂતનો જીવ બચી ગયો હતો.
