ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યુ છે. જે વ્યક્તિએ કોરોના વાયરસથી પોતાનું રક્ષણ કર્યું છે જોવા જઈએ તો તે એક રીતે આ વાયરસને અટકાવવામાં સહયોગ આપી રહ્યો છે. તે કોરોનાના સંક્રમણની ચેનને તોડી રહ્યો છે.
ત્યારે કોરોના સંક્રમણથી બચવા અત્યારે લોકો માસ્ક પહેરવુ, સેનિટાઈઝરથી હાથ ધોવા તેમજ પીપીઈ કીટ પહેરતા થયા છે. તેવામાં ક્યૂબાના હવાનામાં એક 82 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાને કોર્ડબોર્ડ બોક્સથી ઢાંકીને બજાર જાય છે.
(Source – twitter/ReutersIndia)
આ વૃદ્ધ મહિલાએ કોરોનાથી બચવા માટે આ જુગાડ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. 82 વર્ષીય ફેરીડીયા રોજાસ નામની આ મહિલા પોતાને કોરોનાથી બચાવવા માટે કાર્ડબોર્ડ બોક્સ પહેરે છે.
(Source – twitter/ReutersIndia)
એટલુ જ નહીં તે બજાર સામાન કે અન્ય કોઈપણ ચીજવસ્તુ ખરીદવા જાય છે ત્યારે પણ આ પહેરે છે. કાર્ડબોર્ડથી તે પોતાને પૂરી રીતે ઢાંકી લે છે. તેનું કહેવુ છે કે આ કાર્ડબોક્સને તે પોતાનુ ઘર માને છે.
એક રીતે આમાં તે પોતાને સુરક્ષિત અનુભવે છે. એટલે જ તે આનો ઉપયોગ કરે છે.