રાષ્ટ્રિય મહિલા આયોગના દ્વારા દેશના વિવિધ રાજયોના મહિલા આયોગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે એક દિવસીય આંતર સંવાદ બેઠક રાષ્ટ્રિય મહિલા આયોગના ચેર-પરસન રેખા શર્માએ ખૂલ્લી મૂકી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યો સોસો શઇઝા,ચંદ્રમુખી દેવી અને કમલેશ ગૌતમ,નર્મદા જિલ્લા મહિલા આયોગ કો-ઓર્ડીનેટર(નારી અદાલત)અંકિતાબેન ભાટિયા તેમજ સભ્ય સચિવ મિનાક્ષી ગુપ્તા ઉપરાંત ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા અને સભ્ય સચિવ વિણાબેન પટેલે પણ ઉપસ્થિત રહીને આ બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રિય મહિલા આયોગના ચેર-પરસન રેખા શર્માએ તમામ રાજય મહિલા આયોગના પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે મહિલા કલ્યાણની પોતાની કામગીરીના અનુભવોનું પરસ્પર આદાન-પ્રદાન કરવા, એક બીજાની ઉત્તમ કામગીરીનો પરસ્પર વિનિયોગ કરવા અને અન્ય રાજયોના આયોગોની પ્રભાવશાળી અને પહેલરૂપ પરંપરાઓને અપનાવીને પોતાની કામગીરી સશકત બનાવવી જોઈએ.ફરીયાદી મહિલાઓની આયોગ સુધીની પહોંચ સુલભ અને સરળ બને તે માટે સોશીયલ મિડીયાની ટવીટર, ફેશબુક, વોટસએપ વગેરે જેવી વિદ્યાઓનો ઉપયોગ કરવો જોઈએ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -