રાજકોટ સેન્ટ્રલ જેલમાં ડ્રગ્સના ગુનામાં સજા કાપી રહેલો કાચા કામનો કેદી ચશ્માના કાચ તોડી ખાઇગયો. રાજકોટ સેન્ટ્રલ જેલમાં વધુ એક વખત એક કેદીએ કાચ ખાઇ લેતાં સારવાર અર્થે સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજકોટ જંગલેશ્વરમાં રહેતો મહેશ કરસનભાઇ ભોજવીયા (ઉં.વ.32) NDPSના ગુનામાં કેટલાક વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છે.
દરમિયાન ગઈકાલે સાંજે તે પોતે ચશ્માફોડી તેના કાચ ખાઇ જતાં જેલ સ્ટાફ દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અગાઉ અનેક કેદીઓએ જેલમાં કાચ ખાઈ હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે અને આજે વધુ એક ઘટના સામે આવતા પોલીસે કેદીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.