અપકમિંગ ફિલ્મ ‘બાલા’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર તદ્દન અલગ લુકમાં બતાવવામાં આવ્યા છે. આ લુકને ક્રિએટ કરવામાં પ્રોસ્થેટિક મેકઅપનો મહત્ત્વનો રોલ હતો. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને ટકલો બતાવવામાં આવ્યો જયારે લીડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને પણ ડાર્ક સ્કિન ટોનનો લુક આપવામાં આવ્યો.
આયુષ્માનનો લુક પ્રોસ્થેટિક તથા સ્કલ કેપની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. ભૂમિના લુક માટે મેકર્સે આલ્કોહોલ બેઝ્ડ મેકઅપની મદદ લીધી હતી. ફિલ્મમાં ભૂમિના પાત્રને શ્યામ રંગનું બતાવવામાં આવ્યું છે. ભૂમિને મેકઅપ કરવામાં બેથી અઢી કલાકનો સમય થતો હતો ,જે દરમિયાન તે સંગીત સાંભળતી હતી. શૂટિંગ દરમિયાન અલગ-અલગ ટાઈમ ઈન્ટરવલમાં તેના મેકઅપનું લેયરિંગ કરવામાં આવતું હતું. ભૂમિ માટે મેકર્સે અલગ પ્રકારના મેકઅપનો યુઝ કર્યો, તો આયુષ્માનને ટકલો બતાવવા માટે મેકર્સે સ્કલ કેપની મદદ લીધી હતી. મેકઅપ માટે આયુષ્માન સવારે ચાર વાગે ઉઠતો અને અઢીથી ત્રણ કલાક મેકઅપમાં જતા હતાં. આ ફિલ્મમાં મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિ શીલે ભૂમિનો મેકઅપ કર્યો હતો. પ્રીતિએ અક્ષય કુમારને ‘હાઉસફુલ 4’માં બાલાના ગેટઅપમાં પણ યાર કર્યો હતો.