કોરોના વાયરસને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે એક ટ્વિટમાં આ અંગે જણાવ્યુ હતું કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થવાને કારણે શિક્ષણનો સમય પણ ઘટ્યો છે, તે ધ્યાનમાં રાખીને CBSEએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. સ્કૂલો બંધ હોવાના કારણે શિક્ષણ સમયેમાં પણ ઘટાડો આવ્યો છે.
માનવ સંશાધન વિકાસ મંત્રીએ ટ્વિટમાં જણાવ્યું કે, આ નિર્ણય માટે મેં થોડા સમય પહેલા ઘણા વિદ્વાનો પાસે અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે સૂચનો માગ્યા હતા. મને આ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે, અમને 1.5 હજારથી વધારે સૂચનો મળ્યા છે. તમારી પ્રતિક્રિયા માટે આભાર. તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું- દેશ અને દુનિયાની અસામાન્ય સ્થિતિને જોતા CBSEના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સુધારો કરવા અને તેને ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, તમને જણાવી દઇએ કે આ ઘટાડેલો અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે સૂચવવામાં આવેલા વિષયોનો ભાગ નહીં હોય. શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડેલા વિષય-વસ્તુ સમજાવવાની ખાતરી આપશે. કોલેજો એલિમેન્ટરી ક્લાસ I-VII માટે NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે.