રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના વચ્ચે શૈક્ષણિક પ્રવૃત્તિ પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. માર્ચ મહિનાથી કોરોના મહામારીના લીધે ઘણી પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે હવે GTU દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
કોરોનાની મહામારીને કારણે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ એમસીક્યુ ફોર્મેટમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જીટીયુ દ્વારા 30 જુલાઇ પહેલા ઓનલાઇન પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે.
એમસીક્યુ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષા 70 માર્કની રહેશે. જેના માટે વિદ્યાર્થીઓને 70 મિનિટનો સમય અપાશે. વિદ્યાર્થીઓને ઝડપથી પરિણામ આપી શકાય તે હેતુથી હવે એમસીક્યુ ફોર્મેટમાં પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થી પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય તે કોલેજ પર જઇ વાઇફાઇના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે.
તેમજ ઓનલાઇન પરીક્ષા ન આપી શકે તેવા વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા 15 થી 30 ઓગસ્ટ વચ્ચે યોજાય તેવી શક્યતા છે. ઓફલાઇન પરીક્ષા પણ એમસીક્યુ બેઝડ રહેશે. ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા ન આપી શકે તેવા વિદ્યાર્થીઓની પાછળથી ખાસ પરીક્ષા લેવાશે. જે સપ્ટેમ્બરમાં યોજાશે.