વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. જે પૈકી સહકારી બેંકોને લઈને પણ મહત્વનો નિર્ણય કરાયો છે.
મળતી માહિતી મુજબ, બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સહકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આ માટે કેબિનેટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય પ્રમાણે હવે સહકારી બેંક આરબીઆઇની દેખરેખ હેઠળ આવશે. નવા નિર્ણય મુજબ સહકારી બેંક RBIની દેખભાળ હેઠળ રહેશે અને આમ થવાથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત થશે.
આ વટહુકમમાં સહકારી બેંકોને આરબીઆઈ હેઠળ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. ખાતાધારકોની ચિંતા દૂર કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોમાં ફેરફાર થયા પછી પણ સહકારી બેંકોના સંચાલનની જવાબદારી રજિસ્ટ્રારની રહેશે. આ ફેરફાર બેંકોની આર્થિક મજબૂતાઈ માટે કરવામાં આવ્યો છે અને આ બેંકોમાં સીઇઓની નિમણૂક માટે જરૂરી લાયકાતની મંજૂરી પણ આરબીઆઈ પાસેથી લેવી પડશે.