બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને લઈ હજી પણ કોઈ તથ્ય સામે આવ્યુ નથી. આ અંગે મુંબઈ પોલીસની સાથે સાથે હવે મહારાષ્ટ્ર સરકાર સામે પણ તપાસમાં ઢીલ અપનાવવા મુદ્દે સવાલો થવા લાગ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે આ મામલે સતત ટિપ્પણીઓ કરી અને આર્ટિકલ લખીને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. ત્યારે હવે આ મામલાને લઈ સંજય રાઉતની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
(File Pic)
બિહારના પટનામાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસેના નેતા સંજય રાઉત ઉપરાંત મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને BMC મેયર કિશોરી પેડનેકર વિરુદ્ધ પણ પટનામાં HAMના પ્રવક્તા ડેનિશ રિઝવાન દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે.
(File Pic)
બિહારની રાજકીય પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા HAM પાર્ટીના પ્રવક્તા દાનિશ રિઝવાને પટના પોલીસને ઈમેઈલ મોકલીને આ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં સંજય રાઉત ઉપરાંત BMC મેયર, BMC પદાધિકારી અને મુંબઈ પોલીસ કમિશનર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આ લોકો સામે તપાસ અને ધરપકડની માગ કરવામાં આવી છે.
(File Pic)
મહત્વનું છે કે, સંજય રાઉતે હમણાં થોડા દિવસો પહેલા શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જ્યારે મુંબઈ પોલીસ દ્વારા બિહાર પોલીસને સહયોગ ન કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થયા હતા. જે મામલે હવે પટનામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.