લોકો પોતાના ક્રિએશન મારફતે સોશિયલ મીડિયા મારફતે છવાતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ઈન્ટરનેટ પર આનંદ મહિંદ્રા દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયો હાલ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આનંદ મહિંદ્રા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તેઓ ક્રિએશન ઈનોવેટિવ આઈડિયાવાળા વિડિયો શેર કરવા માટે પણ જાણીતા છે.
(File Pic)
ત્યારે હાલમાં તેમણે એક વિડિયો શેર કર્યો છે. તેમણે ટ્વિટર પર એક ઓટો રીક્શાનો વિડિયો શેર કર્યો છે જેમાં વાઈફાઈ, હેન્ડ વોશ બેસિન, સેનિટાઈઝર અને ફુલના છોડની સાથે સાથે સુકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબિન પણ રાખેલા છે.
One silver lining of Covid 19 is that it’s dramatically accelerating the creation of a Swachh Bharat…!! pic.twitter.com/mwwmpCr5da
— anand mahindra (@anandmahindra) July 10, 2020
આ વિડિયો શેર કરતા કેપ્શનમાં આનંદ મહિંદ્રાએ લખ્યુ કે કોવિડ 19એ સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપ્યુ છે. આ વિડિયોને અત્યાર સુધી 32 હજારથી પણ વધુ લોકો નિહાળી ચુક્યા છે. જેને 5 હજારથી વધુ રી ટ્વિટ મળી ચુક્યા છે. વિડિયો નિહાળ્યા બાદ લોકો પણ ઓટો રીક્શાના ચાલકની પ્રશંસા કરી રહ્યા છે. આ રીક્ષા પર એક બોર્ડ લગાવાયુ છે જેમાં લખ્યુ છે કે આ મુંબઈની પ્રથમ હોમ સિસ્ટમ ઓટોરીક્શા છે જે ખૂબ જ સારી સેવા આપે છે. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરના સંક્રમિત કેસની સંખ્યા અઢી લાખ નજીક પહોંચવા આવી છે. એવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સાફ સફાઈ અને હાથને વારંવાર ધોવાથી તેના સંક્રમણને બને ત્યાં સુધી રોકી શકાય છે.