ગાંધી જયંતિ પ્રસંગે ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે ડીસાના લાયન્સ કલબ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમ વિશે વધુ વિગતો લાયન્સ કલબના પ્રમુખ ડો.ભરતભાઇ મકવાણાએ વધુ વિગતો આપી હતી.ગોરા અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને મુક્ત કરવા માટે અહિંસાની લડાઈ ચલાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી કે જેમને ભારતમાં મહાત્મા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. દેશને આઝાદી અપાવવાની સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણ અંગે મહાત્મા ગાંધીએ લોકોને જાગૃત કરવા માટે અથાગ પ્રયાસો કરેલા છે. ત્યારે ગાંધીના પર્યાવરણ અને સ્વચ્છતા વિશેના વિચારો અંગે લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી ડીસા ખાતે લાયન્સ કલબ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦ ફૂટના કેનવાસ પાર ડીસાની ત્રીસ શાળાઓના ચિત્રમાં નિપુણ હોય તેવા બાળકોને બોલાવવામાં આવ્યા હતાં અને ગાંધી વિચારોને ચિત્રના માધ્યમથી કેનવાસ પાર કંડારવામાં આવ્યા હતા. આ બાળકોએ કેનવાસ પર ગાંધીજીના વિચારોને કંડારીને લોકોમાં ગાંધી વિચારો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લીધા બાદ ડીસાની શાળાના વિધ્યાર્થીઓએ પણ લોકોને ગાંધી વિચારો વિશે સમજણ આપી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -